અમરેલી જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા ધાનાણી સહિત કોંગ્રેસના 4 MLA બેઠા ધરણા પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનાણી સહિત ચાર ધારાસભ્યો બેઠા ધરણા પર - Divya Bhaskar
ધાનાણી સહિત ચાર ધારાસભ્યો બેઠા ધરણા પર

અમરેલી: અમરેલી જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા અને વિવિધ માંગ સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના 4 ધારાસભ્યો અમરેલીના રાજકમલ ચોક ખાતે ધરણા પર બેસી ગયા છે. આજે સાંજ સુધી કોંગ્રેસના પાંચેય ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ધરણા પર બેસશે. 

 

અમરેલીના રાજકમલ ચોક ખાતે ધરણા પર બેઠા

 

અમરેલીના રાજકમલ ચોક ખાતે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી, લાઠીના વીરજી ઠુંમર, સાવરકુંડલા-લીલીયાના પ્રતાપ દુધાત અને બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા અમરેલી જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા માટે ધરણા પર બેઠા છે. 

 

રાજકોટમાં આંતરરાજ્ય ઓઇલ ગેંગના એક જ પરિવારના 9 શખ્સો ઝડપાયા, ઓઇલ ઢોળાઇ છે તેમ કહી કરતા ચોરી

 

માહિતી અને તસવીર: જયદેવ વરૂ, અમરેલી.