ઉંટવડ ગામે પ્રેમલગ્ન મુદ્દે યુવકને 3 શખ્સોએ મારમાર્યો

જાનથી મારી નાખવાની ધમકી આપી

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:00 AM
Amreli News - youth killed three youths on love marriage 020035
બાબરા તાલુકાના ઉંટવડ ગામે રહેતો એક યુવકે પ્રેમલગ્ન કર્યા હોય અને તેની પત્ની દોઢેક માસથી રિસામણે હોય જે મુદે મનદુખ રાખી ત્રણ શખ્સોએ તેને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવકને મારમાર્યાની આ ઘટના બાબરા તાબાના ઉંટવડ ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર જસદણ રહેતા ગોપાલ રમેશભાઇ હીરપરા નામના યુવકે આઠેક માસ પહેલા ઉંટવડ ગામના રમણીકભાઇ ખુંટની દિકરી સાથે પ્રેમલગ્ન કર્યા હોય અને છેલ્લા દોઢેક માસથી તે રિસામણે હોય જેનુ મનદુખ રાખી આ હુમલો કરાયો હતો.

પંકજભાઇ લાલજીભાઇ ખુંટ, હિતેષભાઇ તેમજ દિલાભાઇ દરબાર નામના શખ્સોએ ગોપાલ અને તેની સાથે દિનેશભાઇને ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

X
Amreli News - youth killed three youths on love marriage 020035
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App