અમરેલીનાં માચીયાળા નજીક સનેડો ખાળીયામાં ખાબકતા યુવકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના નાના માચીયાળા નજીક બાયપાસ પાસે એક ખેડૂત યુવક પોતાનુ સનેડો વાહન લઇને અહીથી પસાર થતો હતો ત્યારે હેન્ડલ પરનો કાબુ ગુમાવતા સનેડો ખાળીયામા ખાબકતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.

અહીના રામાણીનગરમા રહેતા રાજેશભાઇ મનુભાઇ રામાણી (ઉ.વ.48) પોતાનુ સનેડો વાહન લઇને અહીથી પસાર થઇ રહ્યાં હતા. આ દરમિયાન સનેડાના હેન્ડલ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.

અહી નવા બાયપાસ બેઠા નાળામા સનેડો ખાબકતા તેમને મુંઢ ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. બનાવ અંગે મૃતક રાજેશભાઇના કૌટુંબિક ભાઇએ અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ કૌશિકભાઇ બેરા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...