તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવક પર 5 વર્ષ પહેલા થયેલી માથાકુટ મુદ્દે પથ્થર વડે હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા તાબાના ડુંગર ગામે રહેતા એક યુવકને અગાઉ થયેલી માથાકુટનુ મનદુખ રાખી બે શખ્સોએ છુટા પથ્થર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ડુંગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. અહી રહેતા અજયભાઇ વાઘાભાઇ ગોહિલ (ઉ.વ.18) નામના યુવકને પાંચ વર્ષ પહેલા થયેલી માથાકુટનુ મનદુખ રાખી સમીર ચકુર હાલેપોટા તેમજ સકુર નુરમહમદ નામના શખ્સોએ છુટા પથ્થરના ઘા મારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત બંનેએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા તણે આ બારામા ડુંગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. અજયભાઇના પિતા અને સમીરભાઇના કૌટુંબિક ભાઇઓ સાથે પાંચ વર્ષ પહેલા માથાકુટ થઇ હોય તેનુ મનદુખ રાખી આ હુમલો કરાયો હતો. જયારે સામાપક્ષે સમીરભાઇ સકુરભાઇએ નોંધાવેલી પોલીસ ફરિયાદમા જણાવ્યુ હતુ કે ગાયો ચરાવવાનુ શા માટે કહે છે તેમ કહી અજય વાઘાભાઇ ગોહિલ, પરેશભાઇ અને મહેશભાઇએ ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એન.એલ.ભટ્ટ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...