તું મકાન ખાલી કરીને જતી રહે તેમ કહી મહિલાને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા તાલુકાના કીડી ગામે રહેતી એક મહિલાને બે શખ્સોએ ગાળો આપી મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. જયારે રાજુલાના કડીયાળી ગામે રહેતા એક યુવકને ત્રણ શખ્સોએ મારમાર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા મીનાબેન મુકેશભાઇ ગોલાણી નામની મહિલાને ઘરની બહાર બોલાવી તુ મકાન ખાલી કરીને જતી રહે તેમ કહી વાળ પકડી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે એએસઆઇ જે.બી.કંડોળીયા તપાસ ચલાવી રહ્યાં છે.

જયારે રાજુલાના કડીયાળી ગામે રહેતા સંજયભાઇ ધનજીભાઇ ખસીયાએ રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની વાડીએ જવાના રસ્તામા જીવણભાઇનુ મકાન આવતુ હોય તેને સારુ નહી લાગતા જીવણભાઇ તેમજ ભીખાભાઇ સંજયભાઇ, ધનજીભાઇ બધાભાઇએ તેના મામાના દિકરા છગનભાઇને વિના કારણે ગાળો આપી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ નીરજકુમાર તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...