તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli News Why Do The Goods Of Rationalization In Shayalabat The System Does Not Have A Contract Of Transport By Way Of Water 020147

શીયાળબેટમાં રેશનીંગનો માલ કેમ પહોંચાડવો? તંત્ર પાસે જળ માર્ગે પરિવહનનો કોન્ટ્રાક્ટ જ નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદ તાલુકાના શીયાળબેટ ટાપુ પર આઝાદી બાદ પ્રથમ વખત વ્યાજબી ભાવની દુકાન શરૂ થવાની છે. સરકાર દ્વારા અહિં દુકાન શરૂ કરવા માટે મંજુરી આપી દેવાઇ છે. પરંતુ હવે પુરવઠા તંત્રની મુંઝવણ વધી છે. કારણ કે સરકાર દ્વારા રોડ પરિવહનના ઇજારાઓ અપાયા છે પરંતુ દરીયાઇ માર્ગે માલ પરિવહનની મંજુરી અપાઇ નથી જેથી હવે દરીયાઇ માર્ગે પરિવહનની મંજુરી માટેની મંજુરી માટેની પ્રક્રિયા શરૂ કરાઇ છે.

સરકારને સસ્તા અનાજની દુકાનમાં આપવાનો જીવન જરૂરી ચિજવસ્તુનો જથ્થો ક્યારેય દરીયાઇ માર્ગે લઇ જવાની જરૂર પડી નથી. કારણ કે આઝાદીથી અત્યાર સુધીમાં ગુજરાત સરકાર દ્વારા એકેય ટાપુ પર વ્યાજબી ભાવની દુકાન ખોલવામાં આવી નથી અને શિયાળબેટમાં પ્રથમ વખત આવી દુકાન ખુલવા જઇ રહી છે. પુરવઠા નિગમના ગોડાઉનથી લઇ દુકાનદારો સુધી માલ પહોંચાડવા માટે તંત્ર દ્વારા પરિવહનના ઇજારાઓ આપવામાં આવે છે. અત્યાર સુધી માત્ર રસ્તાના માર્ગે પરિવહનના ઇજારા અપાયા છે. દરીયાઇ માર્ગે માલનું પરિવહન જુદો મુદો છે.

શીયાળબેટમાં માલ પહોંચાડવો હોય તો માત્ર હોડી મારફત જ પહોંચી શકે તેમ છે. પરંતુ તંત્ર દ્વારા જળમાર્ગે પરિવહનનો ઇજારો મંજુર કરાયો ન હોય હવે પુરવઠા નિગમ દ્વારા આવશ્યક ચિજ-વસ્તુઓનો જથ્થો દરીયાઇ માર્ગે લઇ જવા માટે ઇજારો મંજુર કરવા માંગ કરાઇ છે. જિલ્લા પુરવઠા અધિકારી મારફતે આ અંગે સરકારમાં દરખાસ્ત કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે શિયાળ બેટને નર્મદાનું પાણી મળશે ત્યારબાદ રાશનીંગની દુકાનની જાહેરાત થઇ હતી પરંતુ હવે સરકારી ખાતાઓનાં જ સંકલનનાં અભાવે કામગીરી ખોરંભે ચડી છે.

અન્ય સમાચારો પણ છે...