તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોના સૂત્રને સાર્થક કરનાર પૂજ્ય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોના સૂત્રને સાર્થક કરનાર પૂજ્ય સંત શિરોમણી જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200 વર્ષ પૂર્ણ થતાં અન્નક્ષેત્ર દ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોરારીબાપુની કથાનું ભવ્ય આયોજન કરાયુ છે જેની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. અમરેલીના ફતેહપુર ગામના પૂજ્ય ભોજલરામ બાપાના આદેશ અને પ્રેરણાથી વિક્રમસવંત ૧૮૭૬ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં પૂજ્ય બાપાના આંગણે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે. આ વર્ષે વિક્રમ સવંત ૨૦૭૬માં એટલે ૧૮ જાન્યુઆરીથી ૨૬જાન્યુઆરી ૨૦૨૦ વીરપુરમાં દ્વિ શતાબ્દી મહોત્સવ ઊજવવામાં આવનાર છે, દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પૂજ્ય મોરારિબાપુની રામ કથા ઉપરાંત અન્ય ઘણા ભક્તિભાવ પૂર્ણ ધ્યાનાકષક કાર્યક્રમો પણ યોજવામાં આવશેે. ૧૫ થી ૨૦ હજાર બ્રાહ્મણો તેમજ તેમના પરિવારજનોને આમંત્રણ પાઠવીને એમને બ્રહ્મચોર્યાશી કરાવવામાં આવશે જેમાં હોટલ કે બુફે સ્ટાઇલથી નહિ પરંતુ પારંપરિક ભારતીય શૈલીને અનુસરીને તમામ ભુદેવોને ખાસ આગ્રહ કરીને ભોજન પીરસવામાં આવશે. મોરારી બાપુની રામ કથાના આયોજન માટે ૨૫ થી ૩૦ હજારની બેઠક ધરાવતો એક વિશેષ વિશાળ જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે, નવ દિવસ માટે વિરપુર ગામ આખુ ધુમાડાબંધ જમશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો