તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દામનગરમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂનું સ્વાગત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દામનગરમાં આજે સમસ્ત દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂનું આગમન થતા તેમની સ્વાગત કરવામાં આવ્યું હતું. અહી શહેરમાં મોટી સંખ્યામાં કાર અને બાઈક સાથે રેલી પણ યોજાઈ હતી. અહી મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો જોડાયા હતા. દામનગરમાં સમસ્ત દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ઉબેઈભાઈ જોયબભાઈ નુરુદિનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહી સમાજના લોકોએ શિસ્ત બદ્ધ પુરા અદબ સાથે પધારેલ ધર્મગુરૂના લઘુબંધુનો સત્કાર કર્યો હતો. તેમજ દાઉદી વ્હોરા સમાજના યુવાનો દ્વારા બાઈક રેલી યોજી હતી. અહી કાર અને બાઈક સાથે પાઈલોટીંગ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પગુંછથી સ્વાગત કર્યું હતું. આ તકે મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો