તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરાની યુવતી પરના દુષ્કર્મ અને હત્યાની ઘટનાને વખોડાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
થોડા સમય પહેલા અરવલ્લી જિલ્લાના મોડાસામા યુવતીનુ અપહરણ કરી દુષ્કર્મ આચરાયુ હોય બાદમા તેની લાશ ઝાડ પર ગળાફાંસો ખાધેલી હાલતમા મળી આવી હતી. ત્યારે આ ઘટનાના સમગ્ર રાજયમા ઘેરા પડઘા પડયા હતા. અમરેલીમા પણ દલિત સમાજ દ્વારા આજરોજ કલેકટરને આવેદન પાઠવી યુવતીના હત્યારાઓને કડકમા કડક સજા ફટકારવામા આવે તેવી માંગ કરી હતી. અમરેલીમા દલિત સમાજના આગેવાન શૈલેષભાઇ પરમાર, રજનીભાઇ મકવાણા, સોમાભાઇ બગડા, રમેશભાઇ ખીમસુરીયા, ચેતનભાઇ, પરેશભાઇ, આર.ડી.માધડ, હિતેશભાઇ સોલંકી, મગનભાઇ, રાહુલભાઇ, દિલીપભાઇ ખેતરીયા, પ્રદિપભાઇ સહિતે કલેકટરને પાઠવેલા આવેદનમા જણાવાયુ હતુ કે મોડાસાના સાયરામા એક યુવતીનુ અપહરણ કરી બાદમા દુષ્કર્મ ગુજારાયુ હતુ. આ યુવતીની લાશ ઝાડ પર ગળાફાંસો ખાધેલી હાલતમા મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો