તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છઠ્ઠી મેથી વેકેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8ની પરિક્ષા ચાલી રહી છે. આ પરિક્ષા પૂર્ણ થયા બાદ 6 મેથી પ્રાથમિક શાળાઓમાં વેકેશન જાહેર કરવામાં આવશે. 3 મેએ પરિક્ષા પૂર્ણ થયા બાદ એક દિવસ બાદ વિદ્યાર્થીઓનું રિઝલ્ડ જાહેર કરવામાં આવશે.

જે બાદ 35 દિવસનું ઉનાળું વેકેશન શાળાઓમાં જાહેર કરવામાં આવશે.

જિલ્લાના અમરેલી, રાજુલા, જાફરાબાદ, ધારી,સાવરકુંડલા, બગસરા, લીલીયા, લાઠી, ખાંભા અને બાબરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8ની પરિક્ષા ચાલી રહી છે.

આ પરિક્ષા 3 મેએ પૂર્ણ થઈ રહી છે. પરિક્ષા પૂર્ણ થયાને બે દિવસમાં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. જે બાદ 6 મેથી 9 જૂન સુધી પરિક્ષા યોજાશે. 10 જૂનથી નવા સત્રનો પ્રારંભ કરવામાં આવશે.

જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પરિક્ષા ચાલી રહી છે. ત્યારે આ વર્ષે ગુજરાત શિક્ષણ વિભાગે પરિક્ષા પૂર્ણ થયાના 4 દિવસમાં રિઝલ્ટ આપવાનો પરિપત્ર કર્યો છે. જેના પગલે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રને ધ્યાને રાખી આ વર્ષે પ્રાથમિક શાળાની પરિક્ષા પૂર્ણ થયા બાદ બે દિવસમાં રિઝલ્ટ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...