બાબરાના નિલવડા અને વાકીયા ગામના રોડ પર અજાણ્યા ટ્રેકટર

બાબરાના નિલવડા અને વાકીયા ગામના રોડ પર અજાણ્યા ટ્રેકટર ચાલકે લાલકા ગામના રિક્ષા ચાલકને ઠોકર મારતા રિક્ષા...

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 02:01 AM
Amreli News - unknown tractor on the road of nilvada and bikiya village of babra 020143

બાબરાના નિલવડા અને વાકીયા ગામના રોડ પર અજાણ્યા ટ્રેકટર ચાલકે લાલકા ગામના રિક્ષા ચાલકને ઠોકર મારતા રિક્ષા ખાળીયામાં ઉતરી જતા ચાલકનું મોત નિપજ્યું હતું. આ બારામા અજાણ્યા ટ્રેકટર ચાલક સામે ફરિયાદ નોંધાવાઇ છે.

અકસ્માતની આ ઘટના નિલવડા વાંકીયા માર્ગ પર બની હતી. બાબરા તાલુકાના લાલકા ગામના સંજયભાઈ વિરજીભાઈ સોલંકી અને તેમની પત્ની સાંજના સમયે નિલવડા અને વાકીયા રોડ પર કામ અર્થે રિક્ષા લઈ જઈ રહ્યા હતા. ત્યારે આ રોડ પર આવતા અજાણ્યા ટ્રેકટરના ચાલકે રિક્ષાને ઠોકર મારતા રિક્ષા ખાળીયામાં ઉતરી ગઈ હતી.

જેના પગલે સંજયભાઈને માથાના ભાગે અને તેમની પત્નીને પણ ઈજા થઈ હતી.જેના પગલે બંનેને બાબરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સંજયભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કર્યા હતા. આ બારામા આરતીબેને બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જી.ડી.આહિરે તપાસ હાથ ધરી છે.

X
Amreli News - unknown tractor on the road of nilvada and bikiya village of babra 020143
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App