તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં વરસાદી પાણીના નિકાલ માટેની ભૂગર્ભ ગટરનું કામ નબળું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં હાલમાં ભુગર્ભ ગટરનું કામ ચાલી રહ્યુ છે અને બસસ્ટેન્ડ તથા યાર્ડ નજીક વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપ નખાઇ રહી છે પરંતુ આ કામમાં તુટેલી અને નબળી પાઇપો નખાઇ રહેલી હોય અહિંના સામાજીક કાર્યકરે ચીફ ઓફીસર તથા પાલીકા પ્રમુખ પાસે તાત્કાલીક આ કામ અટકાવવા રજુઆત કરી છે. અમરેલી શહેરમાં ચાલી રહેલા ગટરના તમામ કામો માથાના દુ:ખાવારૂપ બન્યા છે. ભુગર્ભ ગટરનું કામ તદન નબળુ થયુ છે. હાલમાં વરસાદી પાણીના નિકાલ માટેની ભુગર્ભ ગટરની પાઇપ લાઇન બીછાવવામાં આવી રહી છે. અહિંના સામાજીક કાર્યકર નાથાલાલ સુખડીયાએ આ બારામાં નગરપાલીકાના ચીફ ઓફીસર અને પાલીકા પ્રમુખને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે શહેરની મધ્યમાં મોટા બસસ્ટેન્ડ વિસ્તારથી માર્કેટીંગયાર્ડવાળા રોડ પર થઇને ચાલી રહેલા વરસાદી પાણીના નિકાલના ભુગર્ભ ગટરના કામમાં પોલમપોલ ચાલી રહી છે.અહિં સિમેન્ટના તુટેલા અને નબળી ગુણવત્તાના પાઇપ જમીનમાં બેસાડી દેવાયા છે અને હજુ પણ મોઢા તુટેલા પાઇપ લગાવવામાં આવી રહ્યા છે. તુટેલા પાઇપના કારણે બ્લોકેજ સર્જાશે. અહિં ટેન્ડરની શરતો મુજબ મટીરીયલ વાપરવામાં આવી રહ્યુ નથી. જેથી તાત્કાલીક આ કામ અટકાવવા માટેની કાર્યવાહી થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...