તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે વર્ષની બાળકીનું પાણીની ડોલમાં પડી ડૂબી જતાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા તાબાના ગળકોટડી ગામની સીમમા રહી પરપ્રાંતિય મજુર પરિવાર ખેતીકામ કરી રોજીરોટી મેળવે છે. અહીના અમરાપરાની સીમમા આ પરિવાર કામ અર્થે આવ્યો હતો ત્યારે અહી એક બે વર્ષની બાળકી રમતા રમતા પાણીની ડોલમા પડી ડૂબી જતા તેનુ મોત નિપજયું હતુ. જેને પગલે આ પરિવારમા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. બાળકીનુ પાણીની ડોલમા પડી ડૂબી જતા મોત થયાની આ ઘટના બાબરાના અમરાપરાની સીમમા બની હતી. મુળ જાંબવાના આંબલીયા ફળીયુ રહેતા અને હાલ બાબરાના ગળકોટડીની સીમમા રહી ખેતમજુર કામ કરતા કાળુભાઇ રેમશંગભાઇ ડામોર તેના પરિવાર સાથે અમરાપરાની સીમમા હતા. આ દરમિયાન તેની બે વર્ષની દિકરી સંજના અહી રમતા રમતા પાણી ભરેલી ડોલમા ઉંધે માથે પડી જતા ડૂબી જતા તેનુ મોત નિપજયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો