અમરેલીમાંથી ઈંગ્લીશ દારૂની 350 બોટલ સાથે બે ઝડપાયા

Amreli News - two were caught with 350 bottles of english liquor from amreli 055514

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:55 AM IST
અમરેલી શહેરની બ્રાહ્મણ સોસાયટી નજીક બહારપરાના ઈન્દ્ર ઉર્ફે રામકુ વલકુભાઈ વાળા અને સુરજભાઈ દિનેશભાઈ ઉર્ફે દિલુભાઈ વાળા તેમજ રાજકોટનો ભયકુ ધાખડા એક અલ્ટો કારમાં દારૂ વેચવા આવતા હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી. બાતમીના આધારે એસઓજીએ રેઈડ કરતા કારમાંથી 350 ઈંગલીશ દારૂની બોટલ સાથે ઈન્દ્ર ઉર્ફે રામકુ અને સુરજ ઉર્ફે દિલુને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમજ આ રેઈડ દરમિયાન ભયકુ ધાખડા ટીમને હાથ તાળી આપી નાસી છુટ્યો હતો. એસઓજીની ટીમે રેઈડમાં રૂ.105000ની દારૂની 350 બોટલ, રૂ.10000ના બે મોબાઈલ અને રૂ.150000ની અલ્ટો કાર મળી રૂ. 265000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા બંને બુટલેગરો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યા હતા. તેમજ હાથ તાળી આપી નાસી છુટનારને ઝડપી લેવા ચક્રોગતીમાં કર્યા હતા.

X
Amreli News - two were caught with 350 bottles of english liquor from amreli 055514
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી