માલવીયા પીપરીયા ગામે યુવક પર 2 શખ્સનો હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠી તાલુકાના માલવીયા પીપરીયા ગામે રહેતા એક યુવકના ઘર પાસે બે શખ્સો દારૂ પી ગાળો બોલતા હોય અને તેના ભાઇ સાથે ઝઘડો કરતા ના પાડતા બંને શખ્સોએ ઉશ્કેરાઇ લાકડી વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા આ બારામા લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.યુવકને લાકડી વડે મારમાર્યાની આ ઘટના લાઠીના માલવીયા પીપરીયા ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા હસમુખભાઇ લાખાભાઇ ભાસ્કર (ઉ.વ.27) નામના યુવકના ઘર પાસે હિમત કનુ જોધાણી તેમજ રાજેશ કનુ જોધાણી નામના શખ્સો દારૂ પીને હસમુખભાઇના ભાઇ સાથે ઝઘડો કરતા હોય તેણે ઝઘડો કરવાની ના પાડી હતી. આ બાબતે બંને શખ્સોએ ઉશ્કેરાઇ જઇ લાકડી વડે મારમારી ગાળો આપી તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા તેણે આ બારામા બંને સામે લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ.રાણા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...