તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાવડકા પાસે ચોરીની બાઇક સાથે બે શખ્સ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના ગાવડકા નજીક એસઓજીની ટીમે વાહન ચેકીંગ દરમિયાન ગેંગ કેસમાં નાસતા ફરતા શખ્સને ચોરીની બાઇક સાથે ઝડપી લીધા હતા. જેની પાસેથી બાઇક સહિત રૂ.70000 નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી તાલુકાના ગાવડકા ગામ નજીક એસઓજી ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી. ત્યારે દિનેશ ભગાભાઈ માધડ અને ભુપત જગુભાઈ વાળા બંને ચોરીની બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા. ત્યારે પોલીસે તપાસ કરતા આ બાઇક ત્રણ દિવસ પહેલા હાલરીયા બસ સ્ટેન્ડ નજીકથી ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. પોલીસે ઝડપેલાં બંને શખ્સો ગેંગના આરોપીઓ છે અને તેમની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ શખ્સ પાસેથી જીજે 14 એક્યુ 5084 નંબરની બાઇક સહિત રૂ.70000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંને શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...