તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં ધોરણ 12ના વાણિજ્ય વ્યવસ્થાના પેપરમાં બે કોપી કેસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાં આજે ધોરણ 10ના ચોથા સામાજીક વિજ્ઞાન અને ધોરણ 12ના છઠ્ઠા વાણીજય વ્યવસ્થા વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. અહી એક જ શાળામાં ધોરણ 12ના વાણીજય વ્યવસ્થાના પેપરમાં બે કોપી કેસ નોંધાયા હતા. જે સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કોપી કેસનો આંકડો 21એ પહોંચી ગયો હતો. જેમાં અમરેલીની એક શાળામાં ધોરણ 12માં 17 અને સાવરકુંડલાની એક જ શાળામાં ધોરણ 10માં 5 કોપી કેસ નોંધાય ગયા છે.

જિલ્લામાં 48 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. આજે ધોરણ 10ના સામાજીક વિજ્ઞાનમાં 20204 વિદ્યાર્થીઓ હાજર અને 689 ગેરહાજર રહ્યા હતા. તેમજ ધોરણ 12ના વાણીજય વ્યવસ્થામાં 5499 છાત્રો હાજર અને 64 ગેરહાજર રહ્યા હતા. અહી ધોરણ 12ની પરીક્ષા દરમિયાન અમરેલીની સ્વામીનારાયણ વિદ્યાલય ધરમનગરમાં સ્થળ સંચાલકોએ બે વિદ્યાર્થીઓને સાહિત્ય સાથે કોપી કરતા ઝડપી કોપી કેસ નોંધયા હતા. જેના પગલે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીની પરીક્ષામાં કોપી કેસનો આંકડો 21એ પહોંચી ગયો હતો.

જિલ્લાના 48 કેન્દ્રો પર પરીક્ષા દરમિયાન ધોરણ 12માં અમરેલીની સ્વામીનારાયણ વિદ્યાલય ધરમનગરમાં 17 કોપી કેસ અને સાવરકુંડલાની એસએમજીકે યુનિટ -1માં ધોરણ 10માં 5માં કોપી કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો