તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં બાઇક પર દારૂની 10 બોટલ લઇ જતા બે ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી સીટી પોલીસે અહી ગુજકો મીલ પાછળ રહેતા બે શખ્સોને મોટર સાયકલ પર ઇંગ્લીશ દારૂની 10 બોટલની હેરાફેરી કરતા ઝડપી લીધા હતા. જિલ્લામા દેશી દારૂ અંગે પણ અન્ય પાંચ સ્થળે દરોડા પાડવામા આવ્યા હતા. અહીના ગુજકો મીલ પાછળ રહેતો કેતન બાબુભાઇ ગજેરા અને ચેતન આનંદભાઇ બારૈયા નામના શખ્સો દારૂના આ જથ્થા સાથે ઝડપાયા હતા. બંને યુવાનો મોટર સાયકલ પર જઇ રહ્યાં હતા ત્યારે પોલીસે અટકાવી તલાશી લેતા તેની પાસેથી ઇંગ્લીશ દારૂની 10 બોટલ મળી આવી હતી. જેને પગલે દારૂ, મોટર સાયકલ તથા એક મોબાઇલ મળી કુલ રૂપિયા 31 હજારનો મુદામાલ કબજે લેવામા આવ્યો હતો. ઇંગ્લીશ દારૂનો આ જથ્થો બંને કયાંથી લાવ્યા હતા ? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.બીજી તરફ ધારીના પ્રેમપરામા રહેતા રમણીક ગોવિંદભાઇ વાઘેલા નામના શખ્સને પોલીસે 45 લીટર દેશી દારૂના આથા સાથે ઝડપી લીધો હતો. લાઠીમા ભગવતપરામા રહેતા રાજેશ બીજલભાઇને 15 લીટર દેશીદારૂ, બાબરાના ઉંટવડ ગામના રમેશ વાલા ડાભીને 4 લીટર દેશીદારૂ, અમરેલીમા લીલીયા રોડ પર રહેતા રાજુ લાલુભાઇ થળેસાને 1 લીટર તથા જનુબેન વિપુલભાઇ ડાભીને 4 લીટર દેશીદારૂ સાથે પોલીસે ઝડપી લીધી હતી. આમ, પોલીસની કાર્યવાહી બુટલેગરોમાં ફફાડાટ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો