તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીડભજન ચોકમાં ગટરનું ઢાંકણું તુટી જતા રસ્તા પર ટ્રાફિક સમસ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના ભીડ ભજન ચોકમાં છેલ્લા બે દિવસથી ભૂર્ગભ ગટરનું ઢાંકણ તુટેલી હાલતમાં હોવાથી રોડ પર જતા રાહદારીઓમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.તેમજ સ્ટેશન રોડ,જિલ્લા પંચાયત રોડ અને ચક્કર ગઢ રોડ પર ઢાંકણ તુટેલું હોવાથી દિવસ ભર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે તેનું સમારકામ કરે તેવી આજુ બાજુના વેપારીઓ અને રાહદારીઓએ માંગ કરી છે.

અમરેલીના ભીડ ભજન ચોકમાં છેલ્લા બે દિવસથી ભૂર્ગભ ગટરનું ઢાંકણ તુટી ગયું છે. ત્યારે તંત્ર દ્વારા તેની મરામત કરવામાં આવી નથી . એક તરફ શહેરમાં ઉતરાયણના પર્વ નિમીતે લોકો શહેરમાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે.ત્યારે ચાર ચોકની પાસે જ આ ઢાંકણ તુટેલું હોવાથી દિવસ ભર ચાર રોડ પર ટ્રાફિક જામ રહે છે. તેમજ આ રોડ પરથી નાના અને મોટા વાહનો હજારોની સંખ્યામાં પસાર થઈ રહ્યા છે. ત્યારે આ રોડ પર ઢાંકણ તુટેલું હોવાથી નાના વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે તો નવાઈની વાત નહી ગણા તંત્ર માટે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું હતું. તસવીર- જયેશ લીબાણી

અન્ય સમાચારો પણ છે...