તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરામા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ એકસાથે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરામા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ એકસાથે નવ દુકાનોમા ચોરીના બનાવ બનતા લોકોમા ભય જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય ઠુંમરની આગેવાનીમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે પ્રાંત અધિકારીને આવેદન પાઠવી રજુઆત કરવામા આવી હતી.

બાબરામાં શહેર અને તાલુકામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી જતા સામાન્ય લોકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે. અવારનવાર ચોરી અને લૂંટના બનાવો બનતા લોકોમાં પોલીસ પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે બાબરા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ લાઠી પ્રાંત અધિકારીને બાબરા ખાતે આવેદનપત્ર આપી શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવાની માંગ કરવામાં આવી હતી.

બાબરા તાલુકામા અને શહેરમાં સતત ચોરીના બનાવો બની રહ્યા છે. અહીં પીએસઆઇના મકાન સહિત આઠ જેટલી દુકાનોમાં ચોરીના બનાવો બન્યા છે. વળી તિજોરીનો ચોરીનો ભેદ પણ ઉકેલાયો નથી. આ સિવાય અગાઉ પણ ઘણી ચોરીના બનાવો બન્યા છે. પણ બાબરા પોલીસ મુક પ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળી રહી છે. ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા, પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા સહીતનાં આગેવાનો હાજર રહ્યા હતા. તસવીર- રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...