તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક : ત્રિશુલ દિક્ષા અપાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડીયા આવતીકાલે રવિવારે અમરેલી જીલ્લાની મુલાકાતે છે. તેઓ અમરેલી સહિત જુદા જુદા પાંચ સ્થળે સભા સંબોધશે અને હિન્દુ કાર્યક્રમોને ત્રિશુલ દિક્ષા પણ આપશે. અમરેલીમાં આવતીકાલે ડો. પ્રવિણભાઇ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદની આ બેઠક રાત્રે સાડા આઠ કલાકે દત્ત મંદિર હોલ ખાતે મળશે. સમગ્ર હિન્દુ સમાજને સંગઠીત કરવાના ઉદેશથી યોજાનારી આ બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. જી. જે. ગજેરા, ઉપપ્રમુખ એમ.એમ. પટેલ, મંત્રી નિર્મળસિંહ ખુમાણ, મનસુખભાઇ રૈયાણી, દડુભાઇ ખાચર, સુરેશભાઇ સોલંકી, જીલુભાઇ વાળા, ડીભાઇ બામટા વિગેરે ઉપસ્થિત રહેશે. દડુભાઇ ખાચરે જણાવ્યુ હતું કે આ મીટીંગમાં કાર્યકરોને ત્રિશુલ દિક્ષા પણ અપાશે. આ પૂર્વે સવારે 9 વાગ્યે વડીયા ખાતે ડો. તોગડીયાની સભાનું આયોજન કરાયુ છે. બપોરે 12 વાગ્યે કુંકાવાવ તાલુકાના બાદનપુર ખાતે,બપોરે 3 વાગ્યે લીલીયા ખાતે અને સાંજે પાંચ વાગ્યે લાઠી ખાતે સભાનું આયોજન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો