તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગસરામાં બે સ્થળેથી નવ ચોરાઉ બાઇક સાથે ત્રણની ધરપકડ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી પંથકમા પાછલા કેટલાક સમયથી મોટર સાયકલ ચોરીના બનાવો વધ્યા છે. ત્યારે આજે અમરેલી એલસીબીએ બગસરા અને સુડાવડમાથી ત્રણ શખ્સોને નવ ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી લીધા હતા.

અમરેલી એલસીબીએ આજે બગસરામા રહેતા મનોજ ઉર્ફે સંગુ અશોકભાઇ મકવાણા (ઉ.વ.24) નામના શખ્સની મોટર સાયકલ ચોરી સબબ ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી જીજે 14 એએફ 2767, જીજે 14 એડી 7460 સહિત જુદાજુદા પાંચ મોટર સાયકલ કબજે લીધા હતા. આ પાંચેય મોટર સાયકલ પાછલા બે વર્ષ દરમિયાન બગસરા પંથકમાથી ચોરાયા હતા.

બીજી તરફ પોલીસે બગસરા તાલુકાના સુડાવડ ગામના ચંપુ ગભરૂ વાળા તથા મહેબુબ જમાલ મોર નામના તસ્કરોને વાડીમાથી ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચાર અલગ અલગ મોટર સાયકલ કબજે લેવાયા હતા. આ ઉપરાંત કુવામાથી પાણી ખેંચવાના બે મશીન પણ તેની પાસેથી કબજે લેવાયા હતા. આ મોટર સાયકલો સુરત પંથકમાથી ચોરવામા આવ્યા હતા. પોલીસે 3.21 લાખના મુદામાલ સાથે ત્રણેયની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...