તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા પર 3 શખ્સોનો લોખંડની એંગલ અને લાકડી વડે હુમલો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડીયામા ખાખરીયા રોડ પર રહેતા એક મહિલાના ઘર પાસે બાળકો રમતા હોય અહી જ રહેતી એક મહિલાએ બાળકોને ગાળો આપતી હોય ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ લોખંડની એંગલ અને લાકડી વડે તેને મારમારી ધમકી આપતા તેણે વડીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

મહિલા પર હુમલાની આ ઘટના વડીયામા બની હતી.

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર વડીયામાં ખાખરીયા રોડ પર રહેતા લલીતાબેન ગુલાબદાસ પરમાર (ઉ.વ.50) નામના મહિલાને બાજુમા રહેતા મીનાક્ષીબેન નાથાભાઇ ચુડાસમા, સુરજ નાથાભાઇ, મમતાબેન નાથાભાઇ નામના શખ્સોએ લોખંડની એંગલ તેમજ લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત લાભુબેનને પણ ધકો મારતી ઇજા પહોંચાડી હતી. આ શખ્સો નાના બાળકોને ગાળો આપતા હોય ઠપકો આપવા જતા આ હુમલો કરાયો હતો.

આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બારામા તેમણે ત્રણેય સામે વડીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એ.જી.મોરી તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...