કાગદડીમાં પાંજરે પુરાયેલી દીપડીના ત્રણેય બચ્ચાં સહિ સલામત મળી આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બગસરા પંથકના કાગદડીમાં બે દિવસ પહેલા તંત્રએ એક દિપડીને પાંજરે પુરી હતી પરંતુ તેના બચ્ચા તંત્રના હાથમાં આવ્યા ન હતાં. દરમિયાન આજે દિપડીના આ ત્રણ બચ્ચા એક ખેડૂતની વાડીમાંથી સહી સલામત મળી આવતા તંત્રએ તેનો કબજો લીધો હતો. બે દિવસ પહેલા બગસરાના કાગદડીમાંથી એક દિપડીને પાંજરે પુરવામાં આવી હતી. અહિંના એક ખેડૂતની વાડીમાં દિપડીએ દેખા દેતા વનતંત્રને જાણ કરાઇ હતી. જેને પગલે દિપડીને પકડવા પાંજરૂ ગોઠવાયુ હતું અને આ દિપડી પાંજરે પુરવામાં આવી હતી. બીજી તરફ આ દિપડીને ત્રણ બચ્ચા હોવાનું પણ તંત્રના ધ્યાને આવ્યું હતું. દરમિયાન આજે અહિંના રમેશભાઇ કાનાણી નામના ખેડૂતની ઓરડીમાં દિપડીના ત્રણ બચ્ચા આવી ચડયા હોવાનું ખેડૂતના ધ્યાનમાં આવતા સરપંચને જાણ કરાઇ હતી અને સરપંચ વન વિભાગને જાણ કરતા વન કર્મચારીઓ અહિં દોડી ગયા હતાં. વન વિભાગે અહિંથી દિપડીના ત્રણ બચ્ચાનો સહી સલામત કબજો લીધો હતો. અગાઉ પાંજરે પુરાયેલી દિપડી હાલમાં રેસ્ક્યુ સેન્ટરમાં મુકવામાં આવી છે. ત્યારે વન વિભાગ દ્વારા આ ત્રણેય બચ્ચાનો દિપડી સાથે મેળાપ કરી દેવાશે.

વન વિભાગે લીધો કબજો : રેસ્ક્યુ સેન્ટરમાં દીપડી સાથે મેળાપ કરાવાશે

અન્ય સમાચારો પણ છે...