તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલાના થોરડી નજીકથી ત્રણ જુગારીઓ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાના થોરડી ગામ નજીક રોડ પર જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા. રેઇડ દરમિયાન જુગારી પાસેથી રૂપિયા 15 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજુલા પોલીસની ટીમ આજે પેટ્રોલીંગમાં હતી. ત્યારે આગરીયાથી થોરડી જવાના માર્ગ પર અમુક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસે મનુ દુદાભાઈ પરમાર, મુકેશ લાલજીભાઈ બરવાળા અને મનુ ઉર્ફે મુનો માધાભાઈ ગમારાને રંગેહાથ જુગાર રમતા ઝડપી લીધા હતા.પોલીસે રેઇડ દરમિયાન ત્રણેય જુગારીઓ પાસેથી રૂ. 15 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા પત્તાપ્રેમીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇન્ચાર્જ પીઆઇ એ.પી.ડોડીયા તેમજ સ્ટાફના બહાદુરભાઈ, દિનેશભાઈ, જનકભાઈ, હરપાલસિંહ, વનરાજભાઈએ આ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...