તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગેલા પ્રેમી પંખીડાને શોધવા પરિવાર આવી જતાં બંનેએ દોડીને કુવામાં ઝંપલાવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધારી તાલુકાના નબાપરા ગામની સીમમા ખેત મજુરીનુ કામ કરતા દાહોદ પંથકના યુવક યુવતી વચ્ચે પ્રેમસંબંધ હોય અને વતનમાથી ભાગીને અહી આવ્યા હોય પરિવાર બંનેને શોધવા વાડીએ આવી પહોંચતા આ યુવક યુવતીએ દોડીને કુવામા ઝંપલાવી દીધુ હતુ. જેના પરીણામે બંનેનુ ડૂબી જવાથી મોત થયુ હતુ.

પ્રેમી પંખીડાએ કુવામા ઝંપલાવી આપઘાત કરી લીધાની આ ઘટના ધારી તાલુકાના નબાપરાની સીમમા બની હતી. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગરા ગામના કલ્પેશ નાનજીભાઇ બારૈયા (ઉ.વ.27) અને લક્ષ્મી મોહનભાઇ રંગજીભાઇ (ઉ.વ.20) વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બંને પ્રેમીઓ લગ્ન કરવાના ઇરાદે વતનમાથી નાસી ગયા હતા. અને ધારીના નબાપરાની સીમમા આવી એક વાડીમા ખેતમજુર તરીકે કામે લાગી ગયા હતા.

આ બંનેનો પરિવાર તેમને શોધવા નીકળ્યો હતો અને ગઇકાલે સવારે બંને નબાપરાની સીમમા હોવાની જાણ થતા પરિવાર તેમને શોધવા ત્યાં પહોંચ્યો હતો. વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે સગાઓને આવતા જોઇ બંનેએ દોટ મુકી કુવામા ઝંપલાવી દીધુ હતુ. જેના પરિણામે બંનેનુ ડૂબી જવાથી મોત થયુ હતુ. મૃતક કલ્પેશના ભાઇ વિરસીંગ નાનજીભાઇ બારૈયાએ આ બારામા ધારી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બંનેની લાશ કુવામાથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે ધારી સીએચસીમા ખસેડી હતી. હેડ કોન્સ્ટેબલ જે.આર.મહેતા બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો