તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીલીયાનાં હાથીગઢની સીમમાંથી રેતી ચોરી ઝડપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામા પાછલા ઘણા સમયથી બેફામ રેતી ચોરીની પ્રવૃતિ ચાલી રહી છે. ત્યારે લીલીયા તાલુકાના હાથીગઢ ગામે ગાગડીયો નદીના પટ્ટમાથી રેતી ચોરી ઝડપાઇ હતી. અહીથી પોલીસે રૂપિયા 2.50 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.રેતી ચોરી ઝડપાયાની આ ઘટના લીલીયા તાબાના હાથીગઢ ગામે ગાગડીયો નદીના પટમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી આમીન હારૂન સોલંકી રોયલ્ટી વિના રેતી ચોરી કરતો હોય પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે અહીથી રેતી, ટ્રેકટર મળી કુલ રૂપિયા 2.50 લાખનો મુદામાલ કબજે લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા રેતી ચોરીનુ દુષણ વધી રહ્યું છે. પોલીસ દ્વારા દરરોજ કોઇના કોઇ સ્થળેથી રેતી ચોરી ઝડપી લેવામા આવી રહી છે. જો કે તેમ છતા આ પ્રવૃતિ છાનેખુણે ધમધમતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...