તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢોલ વગાડવાના મુદ્દે યુવકને આંખ પર સોટીનો ઘા માર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાંભા તાલુકાના ડેડાણમાં ઢોલ વગાડવાના મુદે બોલાચાલી કરી અહિંના એક યુવકને બે શખ્સોએ આંખ પર સોટી મારી ઇજા પહોંચાડતા તેણે આ અંગે ખાંભા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

યુવાન પર સોટી વડે હુમલાની આ ઘટના ખાંભા તાલુકાના ડેડાણ ગામે ગઇકાલે સવારે આઠેક વાગ્યાના સુમારે બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહિંના ગોબર ભવાનભાઇ ગરેણીયા (ઉ.વ. 23) નામના યુવાન પર તે જ ગામના કાળુ જાદવભાઇ ગરેણીયા અને રવિ ખોડાભાઇ ગરેણીયા નામના શખ્સોએ આ હુમલો કર્યો હતો. બન્ને શખ્સોએ તેના ઘર પાસે જઇ બેફામ ગાળાગાળી કરી હતી. તેના વિસ્તારમાં ઢોલ વગાડવાની ના પાડવાના મુદે આ બન્ને શખ્સોએ હુમલો કર્યો હતો અને તેને આંખ પર સોટી વડે માર મારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો