તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાન બાઇક પર દારૂની 5 બોટલ લઇ જતો ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીમાં મીની કસ્બાવાડમાં શેરી નં. 2માં રહેતા અફઝલ મહેબુબભાઇ કાજી નામના યુવકને પોલીસે ઇંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધો હતો. આ યુવાન ગઇકાલે મોટર સાયકલ નં. જી જે 14 એક્યુ 3484માં ઇંગ્લીશ દારૂની પાંચ બોટલ લઇ ચલાલાથી ખાંભા રોડ તરફ જઇ રહ્યો હતો ત્યારે ચોકડી નજીક અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી ઇંગ્લીશ દારૂની પાંચ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ તથા મોટર સાયકલ મળી કુલ રૂા. 27100નો મુદામાલ કબજે લીધો છે. દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે હેડ કોન્સ્ટેબલ જે.એલ. મકવાણાએ તપાસ શરૂ કરી છે. અન્ય એક ઘટનામાં અમરેલીમાં બહારપરામાં રહેતો નિર્મેશ ઉર્ફે રીંકુ હિંમત ચાવડા અને અમિત બાબુ થળેશા નામના શખ્સો મોટર સાયકલ પર ઇંગ્લીશ દારૂની બે બોટલ લઇને જઇ રહ્યા હતા ત્યારે પોલીસે બન્નેની ધરપકડ કરી હતી અને રૂા. 20900નો મુદામાલ કબજે લીધો હતો. આમ, પોલીસ દ્વારા મક્રરસંક્રાતિ પર્વ પર સઘન ચેકીંગ હાથ ધરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો