તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઇક પર બેસાડવાની ના પાડતાં કોટડીના યુવકને છરીનો ઘા ઝીંક્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા તાલુકાના કોટડી ગામના યુવાને તે જ ગામના બે શખ્સોને મોટર સાયકલમાં બેસાડવાની ના પાડી હોય તેનુ મનદુ:ખ રાખી ગળા પર છરીનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડતા આ યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયો છે. જે અંગે રાજુલા પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

યુવાન પર છરી વડે હુમલાની આ ઘટના રાજુલા તાલુકાના કોટડી ગામે ગઇરાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે બની હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, અહિંના રણુભાઇ દાદાભાઇ ધાખડા (ઉ.વ. 45) નામના યુવાન પર કોટડી ગામના જ રમેશ ડાયાભાઇ બાંભણીયા અને રાજુ ભાણાભાઇ બાંભણીયા નામના બે શખ્સોએ આ હુમલો કર્યો હતો. બે દિવસ પહેલા રણુભાઇ પોતાનું મોટર સાયકલ લઇ રાજુલા કામ સબબ ગયા હતાં અને પરત ફરતી વખતે આ બન્ને શખ્સોને રાજુલાથી કોટડી આવવા તેના મોટર સાયકલ પર બેસાડવાની ના પાડી હતી. જેનું મનદુ:ખ રાખી બન્ને શખ્સોએ ગઇકાલે તેની સાથે બોલાચાલી કરી ગાળો દીધી હતી અને ગળા પર છરીનો એક ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને પગલે ઘાયલ રણુભાઇને સારવાર માટે દવાખાને ખસેડાયા હતાં.

આ બારામાં તેણે બન્ને સામે રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. અામ, નજીવી બાબતે યુવકને છરીનો ઘા ઝીકી દેતાં શહેરભરમાં ભારે ચર્ચા જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...