તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એંઠવાડ નાખવા જતી મહિલાનું બાવડુ પકડી ઘરમાં લઇ જઇ બિભત્સ માંગ કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાફરાબાદ તાલુકાના લોર ગામની એક 19 વર્ષીય પરિણીતા એંઠવાડ નાખવા શેરીમાં ગઇ હતી ત્યારે પાડોશી શખ્સે બાવડુ પકડી ઘરમાં ખેંચી જઇ બિભત્સ માંગણી કરી હતી અને આ મુદે ઠપકો દેવા જતા પાડોશી યુવાન તથા તેના પિતાએ ગાળો દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

પરિણીતા પર નિર્લજ્જ હુમલો કરી લાજ લેવાનો પ્રયાસ થયાની આ ઘટના ગઇકાલે સવારે આઠેક વાગ્યાના સુમારે જાફરાબાદ તાલુકાના લોર ગામે બની હતી. અહિંની એક 19 વર્ષીય યુવતી સવારે ઘરની બહાર એઠવાડ નાખવા માટે નિકળી હતી અને પરત ઘરે જઇ રહી હતી ત્યારે આ વિસ્તારમાં રહેતા રાજુ સુખા મકવાણા નામના યુવાને મારા ઘરે ચાલ તેમ કહી બાવડુ પકડી પરાણે ઘરમાં ઢસડી ગયો હતો. આ શખ્સે તેને ઘરમાં લઇ જઇ બિભત્સ માંગણી કરી હતી. પરંતુ આ પરિણીતા બાવડુ છોડાવી પોતાના ઘરે ચાલી ગઇ હતી.

ઘરે જઇ તેણે સાસુને વાત કરી હતી જેને પગલે બન્ને ઠપકો દેવા માટે ગયા હતા તે સમયે રાજુ સુખા મકવાણા ઉપરાંત તેના પિતા સુખા નાજા મકવાણાએ બન્નેને ગાળો દીધી હતી. આ શખ્સે મહિલા પાસે અગાઉ પણ બિભત્સ માંગણી કરી હતી. જેને પગલે તેણે બન્ને સામે નાગેશ્રી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. એએસઆઇ એમ.ટી. ચુડાસમા તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો