મોણવેલ ગામે વેચેલ બળદની દલાલી માંગતા યુવકને મારમાર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધારી તાલુકાના મોણવેલ ગામે રહેતા એક યુવકે વેચેલ બળદની દલાલી માંગતા અહી જ રહેતા એક શખ્સે તેને ઉશ્કેરાઇ જઇ પત્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડી ધમકી આપતા તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવક પર હુમલાની આ ઘટના ધારીના મોણવેલ ગામે બની હતી.અહી રહેતા સાર્દુલભાઇ વાઘેલા (ઉ.વ.35) નામનો યુવક માલઢોરની દલાલીનુ કામ કરતો હોય તેણે અહી રહેતા રતીભાઇ વિનુભાઇ પરમાર પાસે વેચેલ બળદની દલાલી માંગતા રતીભાઇએ પૈસા આપવાની ના પાડી ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ ઉપરાંત પત્થર મારતા માથામા ઇજા પહોંચી હતી. તેણે હવે દલાલી માંગીશ તો જીવતો નહી રહે તેવી ધમકી પણ આપી હતી. આ બારામા તેણે ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. જયારે આ જ મુદે રતીભાઇ વીનુભાઇ પરમારે વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે સાર્દુળ રામભાઇ વાઘેલાએ દલાલીના પૈસા માંગ્યા હતા જેથી તેને કહ્યું હતુ કે આવી કોઇ વાત થઇ નથી જેને પગલે તેણે ઉશ્કેરાઇ જઇ પત્થરનો ઘા મારી ઇજા પહોંચાડી ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બારામા હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઇ જોષી તપાસ ચલાવી રહ્યાં છે.

બનાવ અંગેની પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી

અન્ય સમાચારો પણ છે...