તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત સરકાર દ્વારા 2011માં સર્વ શિક્ષા અભયાન દ્વારા રાજયની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા 2011માં સર્વ શિક્ષા અભયાન દ્વારા રાજયની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8 થી 10 ધોરણની મંજુરી આપી હતી. તેના પગલે શાળામાં શિક્ષકોની ભરતી પણ કરી લેવામાં આવી છે. પણ રાજુલા તાલુકાના ડોળીયા ગામમાં છેલ્લા 8 વર્ષથી 8 થી 10 ધોરણ સુધીનો અભ્યાસક્રમ તો ચાલુ કરી દેવામાં આવ્યો છે. શાળામાં 70 બાળકોએ અભ્યાસમાં પ્રવેશ પણ કરી લીધો અને તેના માટે ત્રણ શિક્ષકોની ભરતી પણ કરી લેવામાં આવી છે. પણ ખાટલે મોટી ખોટ છેલ્લા 8 વર્ષથી હાઈસ્કૂલનું બીલ્ડીંગ જ બનાવવામાં આવ્યું નથી. અનેક વખત ગામ લોકોથી લઈ રાજુલાના ધારાસભ્યએ પણ રજુઆત કરી છતાં પણ શિક્ષણ તંત્ર ઉંઘી રહ્યું છે. હવે ગામ લોકોએ તંત્રથી કંટાળી આગામી સમયમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.

ડોળીયા ગામમાં પ્રાથમિક શાળાના બે બિલ્ડીંગ આવેલા છે. તેમાં નવી પ્રાથમિક શાળામાં 9 ઓરડામાં 310 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 70 બાળકો માટે એક પણ ઓરડો આજદિન સુધી શિક્ષણ વિભાગે બનાવ્યો નથી. ગામમાં હાઈસ્કૂલના બિલ્ડીંગ માટે ગ્રામ પંચાયત દ્વારા જમીન પણ સંપાદન કરી દેવામાં આવી છે. છતાં પણ ડોળીયા ગામ સહિત આજુબાજુના ત્રણ ગામના 70 બાળકોને જૂની પ્રાથમિક શાળાના જર્જરીત 2 ઓરડામાં અભ્યાસ કરવો પડે છે. આ ઓરડાઓ પણ જર્જરીત હોવાથી ચાલું અભ્યાસ ક્રમે તેમનો સ્લેપ બાળકોમાથી ક્યારે કાળ બની ત્રાટકે તેનો કોઈ સમય જ નથી.

ગ્રામજનો દ્વારા સરકારને અને શિક્ષણ વિભાગને અનેક રજુઆત કરવામાં આવી છે. ખુદ આ વિસ્તારના ધારાસભ્ય દ્વારા પણ રજુઆત કરવામાં આવી છતાં પણ આજ દિન સુધી બિલ્ડીંગ બન્યું નથી. રાજુલા તાલુકામા મંજુર થયેલી 17 હાઈસ્કૂલમાં નવા બિલ્ડીંગ બની ગયા છે. છતાં પણ આજ દિન સુધી ડોળીયામાં હાઈસ્કૂલનું બિલ્ડીંગ નહી બનતા શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...