તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભોરીંગડા ગામથી ગારીયાધાર સુધીના માર્ગનું ખાતમુહૂર્ત કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયાના ભોરીંગડા થી ગારીયાધાર ચોકડી સુધીનો માર્ગ ઘણા લાંબા સમયથી અતિ બિસ્માર હાલતમાં હતો. અહીના માર્ગ પર મસમોટા ભુવાઓ ભડી ગયા હતા. જેના કારણે અહીના ભોરીંગડા, ટીંબડી, વાઘણીયા સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલી વેઠવી પડતી હતી. તેમજ રસ્તો ખરાબ હોવાથી ઈમરજન્સી વાહનો પણ આવી શકતા ન હતી. જેના પગલે ગ્રામ્ય વિસ્તારના લોકો અહીના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતને રજુઆત કરી હતી. જેને ધ્યાને રાખીને ધારાસભ્યએ 2018-19માંથી ગ્રાન્ટ ફાળવી હતી. નવો માર્ગ મંજુર થતા આજે તેમનું ખાતમુહૂર્ત કરાયુ.આ તકે કેહુરભાઈ ભેડા, જિલ્લા પંચાયતના ચોથાભાઈ કસોટીયા, મિતભાઈ, અરવિંદભાઈ દુધાત, ભાવિનભાઈ ગોસાઈ, નરેશભાઈ ધોળીયા, જયસુખભાઈ જીકાદ્રા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. નવો માર્ગ બનવાની કામગીરી શરૂ થતા લોકોમાં આનંદની લાગણી સવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...