પગપાળા ભાડલા મંદિરે જવા નીકળેલા યુવાને ઝેર પી લીધું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીલીયામા રહેતો વિશાલ રમેશભાઇ વાળા (ઉ.વ.25) નામનો યુવક તેના કુટુંબી કાકા સાથે ભાડલા ગેલ માતાજીના મંદિરે દર્શન માટે પગપાળા ઘરેથી નીકળ્યા હતા. રાત્રીના સાડા આઠેક વાગ્યે બાબરાથી ત્રણેક કિમી દુર નિલવડા રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિરે રાતવાસો કરવા રોકાયા હતા. અહી વિશાલે અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો. જયાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. બનાવ અંગે રમેશભાઇ વાળાએ બાબરા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પી.એન.ટાપણીયા ચલાવી રહ્યાં છે. જયારે અન્ય એક ઘટનામા લીલીયાના આંબા ગામે રહેતા અશોક ભીખુભાઇ બારૈયા (ઉ.વ.30) નામના કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવ અંગે ભીખુભાઇ બારૈયાએ લીલીયા પોલીસ મથકમા જાણ કરી હતી. એએસઆઇ એસ.એમ.રાવળ તપાસ ચલાવી રહ્યાં છે.

લીલીયાના યુવકે બાબરા નજીક અગમ્ય કારણોસર ભર્યું પગલું

અન્ય સમાચારો પણ છે...