તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરાના ચરખા ગામે ગૌચર જમીનને લઇને છેલ્લા ઘણા મહિનાઓથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરાના ચરખા ગામે ગૌચર જમીનને લઇને છેલ્લા ઘણા મહિનાઓથી જેટકો કંપની અને ગામના પશુપાલકો વચ્ચે વિવાદ ચાલે છે. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા જેટકો કંપનીને પાવર હાઉસ બનાવવા માટે જમીન આપતા ચરખા ગામના મોટી સંખ્યામાં પુરુષો તેમજ મહિલાઓ પોતાના માલ ઢોર લઈને જે જગ્યા કંપનીને આપવામાં આવી છે તે જગ્યા પર પહોંચી વિરોધ પ્રદર્શન કરાયુ હતુ.

ગૌચરની જમીનને તંત્ર દ્વારા પાવર હાઉસ બનાવવા માટે આપી દીધી હોય પશુપાલકો મુંઝવણમા મુકાયા છે. આજે પશુપાલકો પોતાના માલઢોર સાથે અહી ધસી આવ્યા હતા અને સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.તો તેની સામે જેટકો કંપની દ્વારા મોટી સંખ્યામાં પોલીસ પહેરો ગોઠવી દેતા પશુપાલકો નિરાશ થયા હતા. પશુપાલકોએ ગૌચર જમીન પાછી આપો અને આ જમીનથી થોડે દૂર કંપનીને જમીન આપો તેવી માંગ કરી હતી.

ચરખા તાલુકા પંચાયતના સભ્ય દિલીપભાઈ ખાચર દ્વારા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી ચરખા ગામના પશુપાલકો સરકારી કચેરીઓમાં આ જમીન માટે ધક્કા ખાઈ રહ્યા છે. તો વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર ગૌમાતા બચાવો તેવા ગુણગાન ગાઇ રહી છે. ત્યારે ચરખાના પશુપાલક ગોકળભાઈએ જણાવ્યું હતું કે જમીન કલેકટર દ્વારા જેટકો કંપનીને ફાળવવામાં આવી છે ત્યાં એક નાનકડું તળાવ આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં અમારા માલ ઢોર પાણી પણ પીવે છે. અને આ જમીનમાં મોટી સંખ્યામાં અમારા માલઢોરને ઘાસચારો પણ મળી રહે છે. વધુમાં જણાવ્યું હતું કે અમને આ જમીન પરત નહીં કરે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં પશુપાલકો પોતાના માલઢોર લઈને ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...