વાદળછાયા વાતાવરણ બાદ ફરી ગરમીનો પારો 41.8 ડિગ્રી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી પંથકમા પાછલા કેટલાક દિવસોથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે આજે ફરી તાપમાનનો પારો ઉંચકાયો હતો અને અહીનુ મહતમ તાપમાન 41.8 ડિગ્રી રહ્યું હતુ. જેને પગલે લોકો અકળાઇ ઉઠયાં હતા.

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામા આવી હતી. જો કે અમરેલીમા વહેલી સવારે જ વરસાદી વાદળો ઘેરાતા હતા. અને કયાંય પણ કમોસમી વરસાદ પડયો ન હતો. ત્યારે ફરી એક વખત ગરમીનો પારો ઉંચકાતા લોકો ત્રસ્ત બન્યા છે. આજે શહેરનુ મહતમ તાપમાન 41.8 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 24.4 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 80 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 9.6 કિમીની નોંધાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બાબરા, સાવરકુંડલા અને ધારી પંથકમા કમોસમી વરસાદ પડયો હતો. જો કે બાદમા કયાંય વરસાદ પડયો ન હતો અને હાલ આકરો તાપ પડવાની ફરી શરૂઆત થઇ છે. બપોરના સુમારે આકરા તાપની સાથે લુ ફુંકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. આખો દિવસ આકરો તાપ અને બફારાથી ત્રસ્ત લોકો મોડી રાત સુધી માર્ગો પર લટાર મારતા પણ જોવા મળી રહ્યાં છે. આમ વાદળછાયા વાતાવરણ બાદ આજે અમરેલીનાં લોકો ફરી ગરમીથી અકળાયા.

અન્ય સમાચારો પણ છે...