શહેરમાં 30 સોસાયટીને જોડતા મુખ્ય માર્ગનું 60 લાખના ખર્ચે ખાતમુહૂર્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 5માં 30 સોસાયટીઓને જોડતા મુખ્ય માર્ગના નવીનિકરણ માટે રૂ 60 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહી 10 વર્ષથી ખખડધજ હાલતમાં જોવા મળતા રસ્તાની કામગીરી શરૂ તથા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો હતો. શહેરના વોર્ડ નંબર 5માં માંદલીયા મંડપથી બાયપાસ સુધીનો મુખ્ય માર્ગ 30 સોસાયટીઓને જોડતા મુખ્ય માર્ગનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહી 10 વર્ષથી રસ્તાની પરિસ્થિતિ કથળી હતી. જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પણ અંતે અમરેલી નગરપાલિકા દ્વારા આ રોડ માટે રૂપિયા 60 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતા અંતે માર્ગનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી.સોજીત્રા, બાંધકામ સમિતિનાં ચેરમેન કોમલબેન રામાણી, ભગીરથ ત્રિવેદી અને સુરેશભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા.

10 વર્ષથી ખખડધજ રોડની કામગીરી શરૂ થતા સ્થાનિકોમાં ખુશી

અન્ય સમાચારો પણ છે...