Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાબરામાં ખુલ્લામાં સુતેલા વૃદ્ધનું કાતીલ ઠંડીમાં ઠુંઠવાતા મોત થયું
અમરેલી પંથકમા કાતિલ ઠંડીનુ મોજુ ચાલી રહ્યું છે ત્યારે આજે ઠંડીમા આંશિક રાહત થઇ હતી. જો કે બાબરામા અજાણ્યા વૃધ્ધનુ ઠંડીમા ઠુંઠવાઇ જવાથી મોત થયુ હતુ. આજે ન્યુનતમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયુ હતુ.
અમરેલી પંથકમા છેલ્લા દસ દિવસથી કડકડતી ટાઢ પડી રહી છે. તાપમાનનો પારો 10 ડિગ્રી આસપાસ ઘુમી રહ્યો છે. શિયાળામા પ્રથમ વખત આ જોરદાર ઠંડીનો રાઉન્ડ આવ્યો છે. જો કે આજે ટાઢમા થોડી રાહત મળી હતી. કારણ કે ન્યુનતમ તાપમાન ઉંચકાયુ હતુ. અમરેલીમા આજે મહતમ તાપમાન 32.6 ડિગ્રી અને ન્યુનતમ તાપમાન 14.5 ડિગ્રી રહ્યું હતુ. જયારે હવામા ભેજનુ પ્રમાણ વધીને 70 ટકા પર પહોંચી ગયુ હતુ. તો બીજી તરફ પવનની ગતિ પ્રતિ કલાક 3.8 કિમીની રહી હતી.
બીજી તરફ ઠંડીના કારણે મોતની જિલ્લામા બીજી ઘટના બની છે. અગાઉ રાજુલા પંથકમા એક આધેડનુ ઠંડીના કારણે મોત થયા બાદ ગઇરાત્રે બાબરામા એસટી ડેપો નજીક આશરે 65 થી 70 વર્ષના અજાણ્યા વૃધ્ધનુ ઠંડી લાગવાથી મોત થયુ હતુ. આ વૃધ્ધ અહી બસ સ્ટેન્ડ નજીક ખુલ્લી જગ્યામા સુતા હતા અને સવારે મૃત હાલતમા મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે આ દિશામા ધોરણસરની તપાસ હાથ ધરી છે.
આમ, જિલ્લાના લોકોએ આકરી ઠંડીમાંથી રાહત મળશે.