તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઠીમાં આજે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં ધ જૂનાગઢ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાઠીમાં આજે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં ધ જૂનાગઢ કોમર્શિયલ કો- ઓપરેટીવ બેંક લિમિટેડનો ઉદ્દધાટન સમારોહ યોજાયો હતો. જેમાં કેનદ્રમાં બેંકોને મર્જર કરવાથી રાષ્ટ્રની આર્થિક સ્થિતિ ધણી સુધરી હોવાનું કેનદ્રીય મંત્રી આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. લાઠી ખાતે યોજાયેલા ઉદ્દધાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે કેટલીક બેંકોનું મર્જર કરવામાં આવ્યું છે. જેમાં પ્રાદેશિક સ્તરે લાઠી જેવા નાના શહેરમાં આપણે લાઠી નાગરિક સહકારી બેંક અને ધ જૂનાગઢ કોમર્શિયલ કો- ઓપરેટીવ બેંક લિમિટેડનું મર્જર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે લેવાયેલા નિર્ણયોને આજે લાઠી જેવા નાના શહેરમાં પણ ઝડપી અમલ થઈ રહ્યો છે. બેંકોનું મર્જર થતા રાષ્ટ્રની આર્થિક સ્થિતિ ઘણી સુધરી છે. ઉદ્દધાટન કરાયેલ આ કોમર્શિયલ બેંકની 14મી શાખા છે. આમ આ બેંક 14 ગણી વધુ મજબૂત બની છે. નગરજનો આજે પોતાના પરસેવાની કમાણી બેંકના ભરોસે આપે છે અને બેંકની આધુનિક સુવિધાઓ એમના ખાતાધારકોને સંપૂર્ણપણે સંતોષ આપે છે.

અન્ય સમાચારો પણ છે...