તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસોઈ મોડી કેમ બનાવે છે કહી પતિએ પત્નીને લાકડી ઝીંકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાવંડની એક પરિણીતાને તેના પતિએ રસોઈ મોડી બનાવવાના મુદ્દે લાકડી વડે માર મારી ઘાયલ કરી દેતા મહિલાએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પત્ની પર પતિએ હુમલો કર્યાની આ ઘટના લાઠી તાલુકાના ચાવંડ ખાતે શંકર દાદાના મંદિર પાસે બની હતી. અહીં રહેતી સુનિતાબેન અતુલભાઇ કાવડિયા (ઉ. વ. 21 ) નામની પરિણીતાએ આ બારામાં પોતાના પતિ અતુલ વાઘાભાઈ કાવડીયા અને સાસુ રૂપાબેન વાઘાભાઈ સામે લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે તેના પતિએ ગઈકાલે તે રસોઈ કેમ મોડી બનાવી છે તેમ કહી તેને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હતી. અને ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. તેની સાસુએ પણ આ મુદ્દે બોલાચાલી કરી ગાળો દીધી હતી. જેને પગલે સુનિતાબેન બંને સામેની રાવ લઇ લાઠી પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે બંને સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવની વધુ આગળની ધોરણસરની તપાસ એ. એસ. આઈ. એન. ડી. ગૌસ્વામી દ્વારા ચાલવવામાં આવી રહી છે.

દલખાણીયાના યુવકને કુહાડીનો ઘા ઝીંક્યો
ધારી તાલુકાના દલખાણીયા ગામના યુવક નુરમહમ્મદ વજીરભાઇ બ્લોચ (ઉ.વ. 36) પર તે જ ગામના લાભુ દેવજીભાઇ ડાભી નામના શખ્સે ગઇરાત્રે દસેક વાગ્યાના સુમારે આ હુમલો કર્યો હતો. નુરમહમ્મદ બ્લોચને તેમની પાસેથી ખેત મજુરીના રૂપીયા લેવાના બાકી હોય તે રૂપીયા લેવા જતા આ શખ્સે માથામાં કુહાડીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી અને પૈસા માંગશે તો મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેને પગલે તેણે આ અંગે ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...