તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી પંથકમા કાળઝાળ ગરમીનુ મોજુ ફરી વળ્યું છે. પાછલા કેટલાક દિવસથી તાપમાનનો પારો સતત ઉંચકાયેલો જ રહેતો હોય શહેર અગનભઠ્ઠી જેવુ બની ગયુ છે. ગઇકાલે પણ ઉનાળાની સિઝનમા બીજી વખત રાજયમા સૌથી ગરમ શહેર રહ્યું હતુ. આકરા તાપથી જનજીવનને પણ અસર પડી રહી છે. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 42.2 ડિગ્રી નોંધાયુ હતુ.

આમ તો ઉનાળાના આરંભ સાથે જ અમરેલી પંથકમા ગરમીનો પારો સડસડાટ ઉંચકાયો હતો. અહી તાપમાન છેક 43.5 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ જેને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. ગઇકાલે પણ રાજયમા તાપમાન સૌથી ઉંચુ નોંધાયુ હતુ. પાછલા કેટલાક દિવસોથી અહી ગરમીનો પારો સતત ઉંચકાયેલો જ રહેતો હોય બપોરના સુમારે લોકો ઘર બહાર જવાનુ પણ ટાળી રહ્યાં છે. તો આકરા તાપથી બચવા લોકો અનેક ઉપાયો પણ અજમાવી રહ્યાં છે.

આજે પણ શહેરનુ મહતમ તાપમાન 42.2 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 25 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 55 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 8.1 કિમીની નોંધાઇ હતી. ગત વર્ષ કરતા ચાલુ ઉનાળાના આરંભથી જ આકરો તાપ પડી રહ્યો છે. બપોરના સુમારે તો જાણે માર્ગો પર કુદરતી કફર્યુ લાદી ગઇ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

1 સપ્તાહથી પારો ઉંચકાયેલો રહે છે
તા. 12 42.2 ડિગ્રી

તા. 11 42.4 ડિગ્રી

તા. 10 40.8 ડિગ્રી

તા. 9 40.2 ડિગ્રી

તા. 8 40 ડિગ્રી

તા. 7 43.5 ડિગ્રી

આકરી ગરમીથી બચવા પશુઓની તળાવમાં ડૂબકી |અમરેલીની સાથે રાજુલા પંથકમા પણ આકરો તાપ પડી રહ્યો છે. કાળઝાળ ગરમીથી બચવા અહી આવેલ એક તળાવમા પશુઓ ડૂબકીઓ લગાવતા પણ નજરે પડી રહ્યાં છે. બપોરના સુમારે અહીની બજારો પણ સુમસામ બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...