તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માવઠાની અસરથી અમરેલીમાં ગરમીનો પારો ઘટીને 36 ડિગ્રી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી પંથકમા થોડા દિવસથી તાપમાનનો પારો સતત 40 ડિગ્રી આસપાસ જ રહેતો હોય લોકો આકરી ગરમીથી તોબા પોકારી ઉઠયાં હતા. જો કે માવઠાની આગાહીને પગલે પાછલા ત્રણ દિવસથી વાતાવરણમા પલટો આવતા આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહેતુ હોય ગરમીનો પારો પણ ઘટીને 36 ડિગ્રી નોંધાયો હતો. જેને પગલે લોકોએ આકરા તાપથી છુટકારો મેળવ્યો હતો.

રાજયના અનેક વિસ્તારોમા ગઇકાલે માવઠુ થયુ હતુ. જો કે અમરેલી પંથકમા પાછલા ત્રણેક દિવસથી આકાશમા વાદળો ઘેરાય જાય છે. જેને પગલે લોકો ગરમીમાથી આંશિક રાહત અનુભવી રહ્યાં છે. આજે પણ આખો દિવસ વાતાવરણ વાદળછાયુ રહ્યું હતુ.

આજે શહેરનુ મહતમ તાપમાન 36 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 21.5 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 72 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 10.5 કિમીની નોંધાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસથી અમરેલી શહેરમા આકરી ગરમી પડી રહી છે. અહી બે વખત સમગ્ર રાજયમા સૌથી ઉંચુ તાપમાન નોંધાયુ હતુ.

જેને પગલે લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગની માવઠાની આગાહીને પગલે અમરેલી પંથકમા પાછલા ત્રણેક દિવસથી વાતાવરણમા બદલાવ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...