તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઝાદી બાદ પ્રથમવાર કોઇ ટાપુ પર બનશે રેશનીંગની દુકાન શિયાળબેટનાં લોકોને ગામમાં જ મળશે જથ્થો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરબી સમુદ્રમા આવેલા ટાપુ શિયાળબેટના લોકોને વ્યાજબી ભાવની દુકાનમા મળતો રેશનીંગનો જથ્થો મેળવવા માટે આજની તારીખે પણ જાફરાબાદ સુધી લાંબુ થવુ પડતુ હતુ. પરંતુ પુર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે સરકારમા રજુઆત કરતા આખરે આઝાદી બાદ પ્રથમવાર આ ટાપુ પર વ્યાજબી ભાવની દુકાન ખુલવા જઇ રહી છે.

શિયાળબેટના લોકોને હવે રેશનીંગનો જથ્થો તેમના ટાપુ પર જ મળી રહેશે. અહી પાંચેક હજાર લોકોની વસતિ છે. જેમને રેશનીંગની વસ્તુઓ લેવા માટે હોડીમા બેસી છેક જાફરાબાદ સુધી જવુ પડતુ હતુ. કારણ કે અહીની દુકાન જાફરાબાદમા મંજુર થયેલી હતી. અહી મોટેભાગે માછીમાર અને અભણ લોકો રહે છે. જેમને કાયમ રેશનીંગનો જથ્થો લેવામા હાડમારી વેઠવી પડતી હતી.

તાજેતરમા પુર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે શિયાળબેટની મુલાકાત લીધી ત્યારે સરપંચ હમીરભાઇ શિયાળ, જીવણભાઇ બારૈયા, રમેશભાઇ વાઘેલા વિગેરેએ ગામમા દુકાન થાય તેવી વ્યવસ્થા કરવા રજુઆત કરી હતી. જેને પગલે બાવકુભાઇએ ગાંધીનગરમા પુરવઠા વિભાગમા રજુઆત કરી હતી અને આખરે સરકારે અહી વ્યાજબી ભાવની દુકાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે શિયાળબેટમાં નર્મદાનું પાણી પહોંચશે અને હવે ટાપુ પર રેશનીંગની દુકાનની મંજુરી મળતા શિયાળબેટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...