તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં સુફી સંત દિલાવર બાપુનું પ્રથમ ઉર્ષ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના સુપ્રસિદ્ધ સૂફી સંત પીર સૈયદ દિલાવરબાપુ ચિસ્તીનું પ્રથમ ઉર્ષ મુબારકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. અહી ઝુલુશ, મહેફિલ સમા સહિત કાર્યક્રમો યોજાશે.

અમરેલીના સૈયદ દિલાવરબાપુ અને તેમના વાલીદ પીર જૈનુલમીંયાબાપુ ચિસ્તીનું ઉર્ષ તા.2 અને 3 ઓક્ટોબરના રોજ યોજાશે. તા.3ના રોજ સાંજે 5 કલાકે હૈદ્રાબાદ શરીફના સૈયદ વાજીદ , પાશા, પીર સૈયદ દાદાબાપુ ચિસ્તી અને સૈયદ નિઝામબાપુ ચિસ્તીની રાહબરીમાં પટેલ બેકરી, બટારવાડીથી એક શાનદાર ઝુલુસ નિકળશે.જે ચાંદની ચોક, ટાવર થઈ ઝુલુસ પીર શાહગોરા ડેલી, જુમ્મા મસ્જીદ પાસે પહોંચી મગરિબ બાદ સંદલ ચડાવવામાં આવશે. તેમજ 2જીએ રાત્રે ઈશાની નમાઝબાદ મુહમ્મદ શફીકુલ કાદરી મુંબઈ વાળા તકરીર ફરમાવશે. તેમજ બીજા દિવસે રાત્રીના મહેફિલ સમાનું આયોજન કરવામાં આવ્યું છે. અહી મહારાષ્ટ્ર, સોરાષ્ટ્ર અને ગુજરાતભરના હજારો શ્રધ્ધાળુઓ ઉમટશે.

અન્ય સમાચારો પણ છે...