તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજુલા ખાતે કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રજાસત્તાક દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી રાજુલા ખાતે કરવામાં આવશે. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી પૂરજોશમા શરૂ કરી દેવામા આવી છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા રાજુલા પ્રાંત કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. અને રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમને સુપેરે યોજવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં વધુ પ્રમાણમાં ભાગ લે તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ જે કૃતિ રજૂ કરે તે ઉત્તમ હોય તે કરતા મહત્તમ બાળકો કાર્યક્રમમાં ભાગ લે તે ઘણું મહત્વનું છે. તેમ જણાવ્યુ હતુ. અહી બાગાયત, ખેતી, આર.ટી.ઓ., આરોગ્ય, સિંચાઈ, કૃષિ, મહિલા અને બાળ સુરક્ષા સહિતના વિભાગોને ટેબ્લો રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત રાષ્ટ્રીય પર્વની ઉજવણીની પરંપરા મુજબ સ્વાતંત્ર્ય સેનાની અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનારને મહાનુભાવોના સન્માનિત કરવામાં આવશે. આ બેઠકમાં અધિક કલેકટર એ.બી.પાંડોર, નાયબ જિલ્લા પોલીસ વડા રાણા, પ્રાંત અધિકારી કે. એસ. ડાભી, ડેપ્યુટી ડી.ડી.ઓ, આયોજન અધિકારી ગોહિલ તથા જિલ્લાના સબંધિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આમ, જિલ્લા કલેકટર સહિતનાઓએ રાજુલા ખાતે જઇ સ્થળની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો