તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મકરસંક્રાંતિ પર્વ એટલે આકાશમા પતંગ યુધ્ધનુ પર્વ. દાન પુણ્યના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મકરસંક્રાંતિ પર્વ એટલે આકાશમા પતંગ યુધ્ધનુ પર્વ. દાન પુણ્યના મહિમાનુ પર્વ, જીવદયાનુ પર્વ. અમરેલી પંથકમા ઉતરાયણની ઉજવણી માટે નાનાથી લઇ મોટેરા સુધી સૌ કોઇમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક જ દિવસમા અમરેલી વાસીઓ સાત લાખથી વધુ પતંગથી આકાશ રંગી નાખશે. તો બીજી તરફ દાનપુણ્યનો મહિમા ગવાશે. ગમે તેવા અકસ્માત માટે પણ તંત્ર સજ્જ છે.

અમરેલી પંથકમા મકરસંક્રાંતિ પર્વની પરંપરાગત ઉજવણી થશે. આ વિસ્તારમા ઉતરાયણ પર આકાશમા પતંગ ચડાવવામા આવે છે. એકાદ માસ કરતા વધુ સમયથી અમરેલી શહેરમા પતંગનુ વેચાણ થઇ રહ્યું છે. આજે અંતિમ ઘડીએ પણ ધુમ ખરીદી જોવા મળી હતી. સવાર પડતા જ પતંગ રસીયાઓ છત પર કે ખુલ્લા મેદાનમા લડાઇ માટે સજ્જ થઇ જશે અને છેક રાત ઢળતા સુધી આ જંગ જામશે.

જાણકારો કહે છે. અમરેલી શહેરમા સાત લાખથી વધુ પતંગ ચગાવવામા આવશે. માર્કેટમા 2 રૂપિયાથી લઇ 50 રૂપિયા સુધીની કિમતની પતંગ મળી રહી છે. સાથે સાથે 100 રૂપિયાથી લઇ 1000 સુધીની કિમતની દોરી મળી રહી છે. કયાંક પેચ લડશે તો કયાંક માણસો લડશે, પડશે આખડશે પણ ખરા. એકંદરે ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉતરાયણ ઉજવાશે. ઉતરાયણ પર અહી દાનપુણ્યનો મહિમા ગુંજી ઉઠશે. જરૂરિયાતમંદ બાળકોને પતંગ કે ખાદ્ય પદાર્થોનુ વિતરણ, ગાયોને લીલો ચારો, ઘુઘરી, ગૌશાળાઓને છુટા હાથે દાન આપવામા આવશે. તો બીજી તરફ પક્ષી પ્રેમીઓ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટેનુ અભિયાન પણ શરૂ કરી દેવાયુ છે. ઠેકઠેકાણે આ માટે હેલ્પલાઇનો પણ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...