તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમલગ્ન કરનાર યુવકને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયા તાલુકાના નાના કણકોટ ગામના યુવાને દોઢ વર્ષ પહેલા ગારીયાધારની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોય આ મુદે મનદુ:ખ રાખી યુવકને તેના સસરાએ ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે પોતાની પુત્રીને પણ મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટના લીલીયા તાલુકાના નાના કણકોટ ગામે બની હતી.

નાના કાણકોટ ગામે રહી ખેત મજુરીનું કામ કરતો સુરેશ દેવજીભાઇ બાબરીયા (ઉ.વ. 22) નામનો યુવાન ગઇરાત્રે વાળુપાણી કરી પરિવારના સભ્યો સાથે બેઠો હતો તે સમયે ગારીયાધારથી તેના સસરા વશરામભાઇ કાળુભાઇ કટારીયાનો ફોન આવ્યો હતો. તેમણે પોતાની પુત્રી મનિષા સાથે ફોન પર વાત કરી હતી.

વશરામભાઇએ ફોન પર મનિષા અને તેના પતિને ગાળો દઇ તમે બન્નેએ પ્રેમલગ્ન કરેલા છે જેથી તમને બન્નેને તથા તમારી બે માસની દિકરીને મારી નાખવાનો છું આ મુદે સુરેશ બાબરીયાએ લીલીયા પોલીસ મથકે દોડી જઇ પોતાના સસરા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યુ હતું કે તેણે પ્રેમલગ્ન કર્યા હોય તેનુ મનદુ:ખ રાખી સસરાએ મારી નાખવાની ધમકી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...