તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાન સાથે તનાવની સ્થિતી ઉભી થયેલી છે અને જો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાકિસ્તાન સાથે તનાવની સ્થિતી ઉભી થયેલી છે અને જો કદાચ યુધ્ધ પણ ફાટી નિકળે તો દેશના જવાનોને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમરેલી સિવીલ હોસ્પિટલના સ્ટાફે મદદ કરવાની તૈયારી બતાવી છે. આજે અહિં મેડીકલ કોલેજ અને સિવીલના સ્ટાફે એકઠા થઇ જરૂર પડયે સરહદ પર મેડીકલ સેવા આપવા જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

ભારતિય સેનાના જવાનોએ પાકિસ્તાનમાં ઘુસી 350 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ સરહદ પર તંગદીલીનો માહોલ છે અને યુધ્ધ જેવી સ્થિતી સર્જાય તો પણ નકારી શકાય નથી ત્યારે દેશભરના લોકો જવાનોની પડખે છે. અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજ અને સિવીલ હોસ્પિટલના સ્ટાફે આજે એકી સુરમાં જવાનોને જ્યારે પણ જરૂર પડે ત્યારે મદદે દોડવા તૈયારી બતાવી હતી.

આજે મેડીકલ કોલેજના પ્રમુખ વસંતભાઇ ગજેરા, ભાજપ આગેવાન ડો. ભરતભાઇ કાનાબાર વિગેરેની ઉપસ્થિતીમાં સિવીલ હોસ્પિટલના સ્ટાફે યુધ્ધના સંજોગોમાં જવાનોની સેવા માટે જરૂર પડયે બોર્ડર પર જવા સંકલ્પ કર્યો હતો. જરૂર પડયે અમરેલીની બ્લડ બેંકમાંથી બ્લડની સેવા સહિત તમામ મેડીકલ સેવા પુરી પાડવા સંકલ્પ વ્યક્ત કરાયો હતો. તસવીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો