જિલ્લામાં બીજા દિવસે 850 વ્યાજબી ભાવની દુકાનો બંધ

આજથી દુકાનો ખુલશે : પ્રશ્નનો ઉકેલ ન આવે તો આંદોલન

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:00 AM
Amreli News - the closure of 850 fairly priced shops in the district in the second day 020048
સરકાર સમક્ષ દુકાનદારોએ વ્યાજબી કમીશન સહીત અનેક પ્રકારની માંગણીઓ વારંવાર રજુ કરી છે. આમ છતા સરકાર દ્વારા કોઇ સાનુકુળ પ્રત્યુતર આપવામા ન આવતા આખરે દુકાનદારોએ હડતાલનુ શસ્ત્ર ઉગામ્યું હતુ અને બે દિવસ સુધી દુકાનો બંધ રાખી હતી. ગઇકાલે અને આજે દુકાનદારો માસ સીએલ પર ઉતરી ગયા હતા. અમરેલી જિલ્લામા આવેલ 850 વ્યાજબી ભાવના દુકાનદારોએ આજે પણ દુકાનો બંધ રાખી હતી. ગઇકાલથી જ દુકાનદારોએ લોગીન નહી કરી માસ સીએલ પર ઉતરી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ફેરપ્રાઇઝ એસો.ના પ્રમુખ જીલુભાઇ વાળાએ જણાવ્યું હતુ કે આવતીકાલે રાબેતામુજબ દુકાનો ખુલી જશે. તેમણે વધુમા જણાવ્યું હતુ કે સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામા નહી આવે તો આગામી તા. 21 અને 22ની તારીખે ગાંધીનગર મુકામે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રખાયો છે. આ ઉપરાંત જો કોઇ ઉકેલ નહી આવે તો અચૌક્કસ મુદતની હડતાલનો કાર્યક્રમ પણ આપવામા આવશે.તસવીર-જયેશ લીંબાણી

X
Amreli News - the closure of 850 fairly priced shops in the district in the second day 020048
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App